વાહનમાં પેટ્રોલ પુરાવવાને લઈને ઇન્ડિયન ઓઇલે નથી આપી ચેતવણી, ફેક મેસેજ ફરીથી વાયરલ

દેશમાં જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ-તેમ તેને લગતી નકલી અને ભ્રામક પોસ્ટની સંખ્યા પણ વધવા લાગી છે. હવે ફરી એકવાર ઇન્ડિયન ઓઈલના મેસેજના નામે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે તાપમાન વધવાને કારણે મહેરબાની કરીને મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ પુરાવશો નહીં (પેટ્રોલની ફૂલ ટાંકી કરાવશો નહીં). તેનાથી ફ્યુલ ટેન્કમાં બ્લાસ્ટ થઈ શકે છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ પોસ્ટ નકલી સાબિત થઈ. ઘણી વખત પહેલા પણ આ મેસેજ વાયરલ થઈ ચૂક્યો છે. ખુદ ઈન્ડિયન ઓઈલ દ્વારા જ આ મેસેજને ફેક જણાવવામાં આવ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?



આ પોસ્ટનું ગુજરાતી અનુવાદ થશે, “ઇન્ડિયન ઓઇલની ચેતવણી… આગામી દિવસોમાં તાપમાન વધવાને કારણે મહેરબાની કરીને મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ પુરાવશો નહીં (પેટ્રોલની ફૂલ ટાંકી કરાવશો નહીં). તેનાથી ફ્યુલ ટેન્કમાં વિસ્ફોટ થઈ શકે છે. મહેરબાની કરીને ટાંકીને લગભગ અડધી ભરો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયે 5 વિસ્ફોટ ફૂલ ટાંકી કરાવવાને કારણે થઈ ચુક્યા છે. માત્ર મેસેજ વાંચીને અટકશો નહીં. અન્ય લોકોને અને તમારા પરિવારના સભ્યો જેઓ વાહન ચલાવે છે તેમને પણ આ વિશે જણાવો, જેથી તેઓ આ ભૂલથી બચી શકે…મહેરબાની કરીને આ મેસેજને શેર કરો….”




પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.



તપાસ

સૌપ્રથમ ઈન્ડિયન ઓઈલના સત્તાવાર ટ્વિટર હેન્ડલને ચેક કર્યું. સર્ચ કરવા પર 19 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ/ડીઝલ પુરાવવું (ફૂલ ટાંકી કરાવવી) સંપૂર્ણપણે સલામત છે. વાયરલ મેસેજને ફેક ગણાવીને કહેવામાં આવ્યું છે કે ઓટોમોબાઈલ કંપનીઓ તેમના વાહનોની ડિઝાઈન બનાવતી વખતે સુરક્ષાના તમામ માપદંડોનું ધ્યાન રાખે છે.

ઇન્ડિયન ઓઇલે ટ્વિટર પર મેસેજ દ્વારા 2019ની તેની એક પોસ્ટની સાથે શેર કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન ઓઈલ વાયરલ મેસેજનું ખંડન કરે છે અને સ્પષ્ટ કરે છે કે ઓટોમોબાઇલ ઉત્પાદકો તમામ જરૂરી બાબતોને ધ્યાનમાં રાખીને તેમના વાહનોની ડિઝાઇન કરે છે. આમાં સુરક્ષા સંબંધી ઉપાય પણ સામેલ છે. ફ્યુલ ટાંકીમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ અથવા ડીઝલ પુરાવવું સુરક્ષિત છે.

નિષ્કર્ષ: Chola news ની તપાસમાં ઈન્ડિયન ઓઈલની ચેતવણીના નામે વાયરલ થયેલો મેસેજ ફેક નીકળ્યો. ઈન્ડિયન ઓઈલ દ્વારા ક્યારેય પણ આવો કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી.