શું ખરેખર ઓફિસ માં બેઠા બેઠા કરી રહેલા કર્મચારીની ઉંમર ઘટી રહી છે અને અકાળે મૃત્યુ પણ આવી શકે છે ? જી આજે અમે તમારા આ ને અનુરુપ એક નવી રિસેર્ચની માહિતી લઇ ને આવ્યા છીએ જે તમને ખુબ મદદ કરશે.

ઓફિસમાં નોકરી કરો છો ? આ આદત ઘટાડી રહી છે તમારી ઉંમર


તાજેતરના વર્ષોમાં કેટલાક અભ્યાસોએ ઓફિસ કર્મચારીઓના સ્વાસ્થ્ય વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે ઓફિસની નોકરી પણ કરો છો તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. એક નાનકડી ભૂલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે, જેનાથી સ્વાસ્થ્ય પર ઘણી રીતે ગંભીર આડ અસર થઈ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમને અન્ય લોકો કરતા ઘણી ગંભીર બીમારી (serious illnesses) ઓનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે, જે અકાળે મૃત્યુનું જોખમ વધારી શકે છે.

જ્યારે તમે બેસો છો, ત્યારે તમે ઓછી એનેર્જી નો વાપરો છો. સંશોધને લાંબા સમય સુધી બેસી રહેવાને અનેક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ સાથે જોડી છે. સ્થૂળતા વધેલા બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગરનું જોખમ, કમરની આસપાસ વધારાની ચરબી અને બિનઆરોગ્યપ્રદ કોલેસ્ટ્રોલના ઊંચા સ્તરો (જે metabolic syndrome નું કારણ બને છે) સાથે સંકળાયેલ છે. એકંદરે, લાંબા સમય સુધી બેસી રહેવાથી હૃદયરોગ (heart disease) અને કેન્સરથી મૃત્યુનું જોખમ વધે છે.

આજકાલ ઘણા લોકો ને નાની ઉંમર માં મૃત્યુ થઇ રહ્યા છે અને એ પણ હાર્ટ અટેક જ મહંદઅંશે હોઈ છે. આજે અમે તમારા માટે આને લગતી જ માહિતી લઈને આવ્યા છે અને એક રિસર્ચ મુજબ આ પાછળ એક વેજ્ઞાનિક કારણ પણ છે

હાર્ટ એટેક-સ્ટ્રોકનું વધુ જોખમ / Increased risk of heart attack-stroke

જામા કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો ઓફિસમાં લાંબા સમય સુધી કામ કરે છે તેઓને હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ વધુ હોય છે. ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, એક જ જગ્યાએ બેસીને દિવસમાં આઠ કલાકથી વધુ કામ કરતા લોકોમાં હાર્ટ એટેક / heart attack અથવા સ્ટ્રોકનું જોખમ 20 ટકા વધારે જોવા મળ્યું હતું. લાંબા સમય સુધી બેસી રહેવાથી હૃદયની નિષ્ફળતાનું જોખમ લગભગ 50 ટકા વધી જાય છે.

Research માં શું ખુલાસો થયો ?

11 વર્ષના અભ્યાસમાં 21 દેશોના 1.05 લાખથી વધુ લોકોના રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસ સમાપ્ત થયો ત્યાં સુધીમાં, 6,200 થી વધુ મૃત્યુ નોંધવામાં આવ્યા હતા. જેમાં હાર્ટ એટેકના 2,300 કેસ, સ્ટ્રોકના 3,000 અને અન્ય 700 કેસ નોંધાયા હતા. સંશોધકોએ જણાવ્યું કે લાંબા સમય સુધી બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ ખોરવાઈ રહ્યું છે, શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાને કારણે હૃદય પર વધારાનું દબાણ જોવા મળી રહ્યું છે.

એટલે જ, ડોકટરો તમામ લોકોને કામની વચ્ચે ટૂંકા બ્રેક લેવાની અપીલ કરે છે.

આ સમસ્યા નું નિવારણ શું ? 

મહદંશે દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય કરતા પૈસા, કમાણી કે નોકરીને આપતા હોઇ છે. પણ ઘણા લોકો પાસે નોકરી કરવા સિવાય કોઈ રસ્તો નથી હોતો એના માટે અમે જાણકારી લઇ ને આવ્યા છે.

અભ્યાસના હિસાબે, જે લોકો નિયમિતપણે કસરત કરે છે, હદયથી સંબંધિત બીમારીઓ 17 ટકા ઓછી હતી. ભલે તમારી નોકરી બેઠાડી છે પણ જો તમે તમે થોડા થોડા સમયે ઉભા થાવ છો થોડું હલન ચલન કરો છો, આહાર તંદુરસ્ત હોય અને તમે ધૂમપાન નથી કરતા તો ઘણા પ્રતિશત તમને આવી બીમારીઓથી રાહત મળે છે.

લાંબા સમય સુધી બેસી રહેવાનો સીધો સંબંધ શારીરિક નિષ્ક્રિયતા સાથે છે, જે આપણને આપણા સ્વાસ્થ્ય પર ઘણી ગંભીર આડઅસરોના જોખમમાં મૂકી શકે છે.