સ્વાગત તમારું ચોલા ન્યૂઝ માં  ચાલો  જોઉએ આજ ના અત્યાર સુધીના દેશ - વિદેશ અને ગુજરાતના 10 બ્રેકીંગ ન્યૂઝ.

Breaking News : સરકારે 70 લાખ મોબાઈલ નંબર કર્યા બ્લોક


ધો.1ના બાળકનું હાર્ટ એટેકથી મોત

મધ્યપ્રદેશના ઈન્દોરમાં 6 વર્ષના માસૂમ બાળકનું હૃદય બંધ થવાથી મોત નીપજ્યું હતું.

દિલ્હી ગયા હતા ત્યાં તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

સરકારે 70 લાખ મોબાઈલ નંબર કર્યા બ્લોક

સરકારે digital fraud ને રોકવા માટે શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલા 70 લાખ મોબાઇલ નંબરને સસ્પેન્ડ (suspended) કર્યા છે.
નાણાકીય cyber security અને વધતા digital payment fraud ના મુદ્દે યોજાઈ હતી બેઠક જેમાં આ નિર્ણય લેવાયો હતો

Gujarat Rain: આજે ક્યાં-ક્યાં પડી શકે છે માવઠું? 

સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન અને હવાના દબાણની અસર છે. જેથી આજે 29 નવેમ્બરે પણ કમોસમી વરસાદની આગાહી છે. જેમાં દમણ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, છોટાઉદેપુર, દાદરાનગર, હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં હળવાથી ભારે કમોસમી વરસાદનું અનુમાન છે. 

ગુજરાતની આ દિગ્ગ્જ હસ્તીનું નિધન

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન

પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પર દુખ વ્યક્ત કર્યું છે.

પતિ સાથે ઝઘડો કરી ઘર છોડી નીકળેલ પરિણીતા પર રેપ

વડોદરાના સાવલી રોડ પર મોડી રાત્રે જઇ રહેલી એક પરણિતા પર GRD જવાને દુષ્કર્મ આચર્યુ છે.

આ પરણિતાને પોતાના પતિ સાથે ઝઘડો થયો હતો આ કારણોસર તે રાત્રે પોતાની સહેલીના ત્યાં જવા નીકળી હતી.

3 બાળકો સાથે પંખે લટક્યા માતા-પિતા

કર્ણાટકના તુમકુરુમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ પંખે લટકીને આપઘાત કર્યો.

પ્રાથમિક તપાસમાં વધુ પડતા વ્યાજ દર અને હેરાનગતિના કારણે પરિવારે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતમાં બની અનોખી ઘટના

શ્રી સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે.

કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.

મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો

દિવાળી બાદ સીંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 50 રૂપિયાનો વધારો થયો છે.

સીંગતેલનો ભાવ 2735 થી 2785 પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઇ છે.

દિયોદર: BSF જવાનનું હાર્ટફેલ થતા મોત

બનાસકાંઠાના દિયોદરના મકડાલા ગામના BSF માં ફરજ બજાવનાર રાહુલ ચૌધરીનું માત્ર 19 વર્ષની વયે હાર્ટએટેક આવતા નિધન થયું.

BSF જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી ફરજ ઉપર જતી વખતે અમદાવાદ ભાઈના ઘરે રોકાણ કરતા એટેક આવ્યો હતો.

ભાણીના લગ્નમાં 1 કરોડનું મામેરું

હરિયાણાના એક વ્યક્તિએ ભાણીના લગ્નમાં રીતિ-રિવાજ મુજબ મામેરું આપીને દેશભરમાં ચર્ચા જગાવી છે.

વિધવા બહેનને તેણે 1 કરોડ 1 લાખ 11 હજાર 101 રૂપિયા રોકડા આપ્યા અને કરોડો રૂપિયાની જ્વેલરી પણ આપી.

માવઠા વચ્ચે ભયાનક આગાહી

કમોસમી વરસાદ જશે એટલે રાહત મળે એવું ના સમજતા. કારણ કે, હવે તમારે ભારે  ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 

માવઠા બાદ ઠંડીનું નું પ્રમાણ વધવાની અનુભૂતિ થાય છે ને આગાહી મુજબ આવનારા દિવસો માં ઠંડીનું પ્રમાણ હજુ વધવાની શક્યતા છે