ભારતીય બજારમાં બજેટ Electric Car (ઈલેક્ટ્રિક કાર) ખૂબ જ ઓછી જોવા મળે છે, અત્યાર સુધી માત્ર ટાટા મોટર્સે જ તેની ઈલેક્ટ્રિક કાર 10 લાખથી ઓછી કિંમતમાં લૉન્ચ કરી છે, પરંતુ હવે નવી કંપની PMV ઈલેક્ટ્રિકે તેની ઈલેક્ટ્રિક કાર પાંચ લાખથી ઓછી કિંમતમાં લૉન્ચ કરવાનો દાવો કર્યો છે.

સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર માત્ર 2 હજારમાં કરો બુક



મુંબઈ સ્થિત EV સ્ટાર્ટ-અપ PMV ઇલેક્ટ્રિકે તાજેતરમાં માઇક્રોકાર EAS-E (PMV ઇલેક્ટ્રિક EaS-E) લૉન્ચ કરી છે. તે રૂ. 4.79 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમત સાથેની ઇલેક્ટ્રિક કાર છે, જે તેને ભારતમાં વ્યક્તિગત ગતિશીલતા વાહન સેગમેન્ટમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવે છે. જો કે, તે શુદ્ધ પેસેન્જર કાર નથી. તેને ક્વાડ્રિસાઈકલ કહી શકાય.

મારુતિએ બીજી સસ્તી CNG કાર કરી છે લોન્ચ જુઓ અહીં

PMV EaS-E ઇલેક્ટ્રિક કાર

કંપની આ ઇલેક્ટ્રિક કારને તેના નવા સેગમેન્ટ પર્સનલ મોબિલિટી વ્હીકલ હેઠળ PMV EaS-E નામથી લોન્ચ કરી છે. આ 2 સીટર મિની ઇલેક્ટ્રિક કાર છે જેના પરિમાણો નીચે મુજબ છે

લંબાઈ: 2,915 mm
પહોળાઈ: 1,157 mm
ઊંચાઈ: 1,600 mm
વ્હીલ બેઝ: 2,087 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ: 170 mm
કર્બ વજન: 550 કિગ્રા

PMV EaS-E ઇલેક્ટ્રિક કારને ત્રણ અલગ-અલગ વેરિઅન્ટ્સ સાથે લોન્ચ કરી છે અને 11 કલર વિકલ્પો ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક કારમાં 10 kWhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે 120 થી 200 કિમીની રેન્જ મેળવશે. કારમાં 15 kWની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 20 BHP પાવર ઉત્પન્ન કરે છે. PMV EaS-E ઇલેક્ટ્રિક કારમાં સામાન્ય સ્પીડ જોવા મળે છે, જે 70 કિલોમીટર પ્રતિ કલાક છે. 3 kW AC ચાર્જર સાથે કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં 4 કલાકનો સમય લાગે છે.

PMV EaS-E સુવિધાઓ

ફીચર્સ વિશે વાત કરીએ તો કંપનીએ આ કારમાં કેટલાક મહત્વના ફીચર્સ પણ આપ્યા છે

  • Touch screen display
  • Air conditioner
  • USB charging port
  • Cruise control
  • Rear parking camera
  • Parking assistance
  • Digital Information Cluster
  • Remote keyless entry

આ સિવાય આ કારના આગળના ભાગમાં ડ્રમ અને ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ડિઝાઇનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારને સિમ્પલ રાખવામાં આવી છે, આગળના ભાગમાં LED લાઇટ જોવા મળે છે.
PMV એ પોતાની ઈલેક્ટ્રિક કારને Tata Nano જેવી બનાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે, આ ઈલેક્ટ્રિક કારને જોઈને Tata Nano કાર યાદ આવી જાય છે પરંતુ PMV EaS-E અને Tata Nano વચ્ચે ઘણા તફાવત છે. PMV ઇલેક્ટ્રિક કાર ટાટા નેનો કરતા કદમાં નાની છે. ટાટા નેનો 4 સીટર કાર છે પરંતુ PMV 2 સીટર કાર છે. ટાટા નેનોની કિંમત લગભગ 2.5 લાખ અને PMV ઇલેક્ટ્રિક કારની કિંમત 4.79 લાખ છે. સામાન્ય રીતે પેટ્રોલ વાહનો અને ઈલેક્ટ્રીક વાહનોના ભાવમાં તફાવત હોય છે.

PMV EaS-E ઇલેક્ટ્રિક કાર બુકિંગ

કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર PMV EaS-E ઈલેક્ટ્રિક કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે, જેનું પ્રી-બુકિંગ માત્ર રૂ. 2000માં થઈ શકે છે, કારનું પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને આ કારને સત્તાવાર રીતે 16 નવેમ્બરે લોન્ચ કરવામાં આવી છે. PMVનું કહેવું છે કે તેને ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી 6,000 થી વધુ પ્રી-ઓર્ડર મળ્યા છે. Eas-Eનું ઉત્પાદન કંપનીના પુણે ખાતેના પ્લાન્ટમાં કરવામાં આવશે. PMVનું લક્ષ્ય 2023ના મધ્ય સુધીમાં ડિલિવરી શરૂ કરવાનું છે. આ સાથે 3 વર્ષ/50,000 કિમીની વોરંટી પણ આપવામાં આવી રહી છે.

પૂજા કર્યા પછી તરત જ મંદિરમાંથી હટાવી લો આ 2 વસ્તુઓ, નહિં તો બરબાદી…

આ માઈક્રોકારમાં ત્રણ રેન્જ ઓપ્શન હશે, જે 120km, 160km અને 200km છે. PMV કહે છે કે EAS-e ચલાવવાનો ખર્ચ પ્રતિ કિમી 75 પૈસાથી ઓછો હશે. તેમાં IP67-રેટેડ મોટર મળશે. તેની મોટર 13hp અને 50Nmનું આઉટપુટ આપી શકે છે. તે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હશે. PMV દાવો કરે છે કે Eas-E 0-40kph 5 સેકન્ડથી ઓછા સમયમાં કરી શકે છે. તેની ટોપ સ્પીડ 70kph હશે.

PMV EaS-E Car Booking: Click Here