Voter ID Card Rules: આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જો કોઈની પાસે  Voter ID Card ન હોય તો પણ તેઓ આ રીતે પોતાનો મત આપી શકે છે.

Voter ID Card ન હોય તો કેવી રીતે મતદાન કરી શકશે?


વિધાનસભા ચૂંટણીમાં  મતદાન થવાનું છે. ચૂંટણી માટે, પક્ષો અને ઉમેદવારોએ પ્રચારમાં તેમની તાકાત લગાવી દીધી છે અને હવે જનતાએ EVM માં ​​નસીબ કેદ કરવાનું છે. જો તમે પણ હિમાચલ પ્રદેશ, ગુજરાત માં મતદાન કરો છો, તો તમારે એ પણ તપાસવું જોઈએ કે તમારું નામ Voting List માં છે કે નહીં. જો તમારું નામ Voting List માં છે તો તમે Election Card / Voter ID દ્વારા પણ વોટ કરી શકો છો. 

Election Card / Voter ID કાર્ડ ન હોય તો શું?

આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે જો કોઈની પાસે મતદાર ઓળખ કાર્ડ નથી, તો તમે મતદાન કરી શકો છો? શું તમે જાણો છો કે વોટર આઈડી કાર્ડ અને વોટિંગ અંગે શું છે નિયમ?

Election Card / Voter ID કાર્ડ  વિના મતદાન થઇ શકે ?

જો તમારી પાસે Election Card કાર્ડ છે તો તમે સરળતાથી મતદાન કરી શકો છો. પરંતુ, જો તમારી પાસે Voter Id કાર્ડ ન હોય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે વોટર આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો. જો કે આ માટે તમારું નામ મતદાર યાદીમાં (Voter List ) હોવું જરૂરી છે. જો મતદાર યાદીમાં નામ હોય તો મતદાર ઓળખકાર્ડ વિના અન્ય કોઈપણ Government ID દ્વારા ચૂંટણીમાં મતદાન કરી શકાય છે. આ સ્થિતિમાં, તમે Voter Id કાર્ડ તેમજ અન્ય ફોટો ઓળખ કાર્ડ બતાવીને મતદાન કરી શકો છો.

મતદાર આઈડી કાર્ડ ઉપરાંત, તમે મતદાનના દિવસે Aadhaar Card, MNREGA Job Card, Bank Passbook, Insurance Smart Card, Driving License, PAN Card, Passport વગેરે બતાવીને પણ Voting કરી શકો છો. આ માટે Government Photo IdentityProof  જરૂરી છે.