આજના સમય દરેક લોકો પોતાના કિંમતી ઘરેણાં અને કિંમતી ચીજ વસ્તુઓ ને લોકર માં મુકતા હોઈ છે અને સુરક્ષિત માનતા હોઈ છે પરંતુ જો સુરક્ષિત મુકેલી વસ્તુ જ પુરી થઇ જાય તો શું ? તો ચાલો જાણીયે શું છે ઘટના અને કોને કોને આમ નુકશાન થયું

લોકરમાં પૈસા કે દસ્તાવેજ મુકો છો? થઈ જશો કંગાળ


આ ચોંકાવનારી બાબત જાણીને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં, એક માતાએ તેની પુત્રીના લગ્ન માટે એકત્રિત કરેલા બેંક લોકરમાં રાખેલા 18 લાખ રૂપિયા ઉધઈ ઉઠાવી ગયા હતા.

બેંકના લોકરમાં રાખેલા રૂ. 18 લાખને ઉધઈ ખાઈ ગયા , જે એક માતાએ તેની પુત્રીના લગ્ન માટે રાખ્યા હતા.

ઉધઈ રોકડ ખાય : મોટાભાગના લોકો બેંક લોકરને ખૂબ સુરક્ષિત માને છે. આ જ કારણ છે કે લોકો બેંક લોકરમાં પૈસા, જ્વેલરી અને કીમતી વસ્તુઓ રાખવાને વધુ સુરક્ષિત માને છે, પરંતુ જો આ સુરક્ષિત લોકર ક્યારેય કોઈના માટે અફસોસનું કારણ બની જાય તો શું. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં, અહીં એક બેંક લોકરમાં રાખેલા 18 લાખ રૂપિયા ઉધઈ ઉઠાવી ગયા હતા, જે એક માતાએ તેની પુત્રીના લગ્ન માટે એકત્રિત કર્યા હતા.

કેવી રીતે લોકરમાં મુકેલ પૈસા શૂન્ય થઇ ગયા ?

મળતી માહિતી અનુસાર મુરાદાબાદ માં રહેતી એક યુવતીએ ગયા વર્ષે Bank of Baroda ની એક શાખા માં પોતાના બેંક ના લોકરમાં Rs. 18 Lakh રૂપિયા મુક્યા હતા. આ સમયગાળા માં બેક ના અધિકૃત વ્યક્તિએ લોકર ના Agreement Renew કરવામાં માટે બેન્ક શાખા પર બોલવવામાં આવી હતી.  

જયારે યુવતીએ તેનું બેકનું લોકર ખોલ્યું યુવતીને મોટો ઝટકો લાગ્યો હતો. તેને જોયું તો ખબર પડી તેમાં મુકેલા તેના પૈસા ઉધઈ ખાઈ ગઈ છે. યુવતીએ પોતાની દીકરીના લગ્ન માટે પૈસા એકઠા કર્યા હોવાની માહિતી મળી છે. ત્યાર બાદ તેને આ માહિતી બેંક માં જણાવી તો બેંક ના લોકો ને ઝટકો લાગ્યો હતો.

બેંકે શું કહ્યું ?

આના પર બેંક કર્મચારીઓએ કહ્યું કે તેમણે રિપોર્ટ હેડક્વાર્ટરને મોકલી દીધો છે. અલકા પાઠકનો આરોપ છે કે બેંકના અધિકારીઓ તેમની સાથે કોઈ માહિતી શેર કરતા નથી. તેણીએ કહ્યું, 'જો મને બેંક તરફથી પ્રતિસાદ અને સમર્થન નહીં મળે તો હું આ મુદ્દો ઉઠાવવા માટે મીડિયાની મદદ લઈશ.'

બેંકમાં લોકરમાં પૈસા મૂકી શકાય ?

રિઝર્વ બેંકના કાયદા અનુસાર લોકરમાં માત્ર ભારે અને મૂલ્યવાન દસ્તાવેજો જ રાખવાની છૂટ છે. તમે તેમાં રોકડ રાખી શકતા નથી. બેંક ઓફ બરોડા લોકર નિયમો અનુસાર, 'લોકરનો ઉપયોગ કરવાનો લાયસન્સ માત્ર કાયદેસરના હેતુઓ માટે છે જેમ કે દાગીના અને દસ્તાવેજો જેવી કિંમતી ચીજોના સંગ્રહ માટે, પરંતુ કોઈ રોકડ અથવા ચલણ સંગ્રહિત કરવા માટે નહીં.'

બેંક લોકરમાં ચોરી થાય તો શું મળે ?

બેંકની વેબસાઈટ અનુસાર, 'ચોરી, ઘરફોડ કે લૂંટના કારણે લોકરને કોઈ પણ નુકશાન થાય તો તેની જવાબદારી બેંકની છે. જો આવું થાય, તો બેંક તમને વર્તમાન સેફ ડિપોઝિટ લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા ચૂકવવા માટે જવાબદાર રહેશે. આ વળતર આગ, મકાન ધરાશાયી અથવા છેતરપિંડીના કિસ્સામાં પણ લાગુ પડે છે.