કેમ છો મિત્રો, મજામાં ને આજે તમારા માટે Gujarati Jokes 2025 નો ખજાનો લઈને આવ્યા છીએ. જેને વાચીને તમે હસી-હસી ને લોટ-પોટ થઇ જશો. કેમકે આ ગુજરાતી જોક્સ આટલા કૉમેડી છે કે, તમારા હસવાની 100% ગેરેન્ટી છે. તમે આ Comedy Jokes in Gujarati કે Funny Jokes in Gujarati તમારા મિત્રો ને મોકલી તેમને પણ હસાવી શકો છો.
Best Gujarati Jokes 2025
અવાર નવાર દરેક પતિને મુંજવતો પતિ અથવા બોયફ્રેન્ડ માટે આ મૂંઝવતો પ્રશ્ન છે કે હું કેવી લાગુ છું ?
આજે અમને તમને એવો જવાબ આપશું કે તમારી પત્ની એ જવાબ સાંભળીને હસી હસી ને ખડી પડશે અને ખુશ થઇ જશે.
પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું?
પતિ : ઘણી વધારે.
પત્ની : તો પણ જણાવો કેટલી સારી લાગુ છું?
પતિ : એટલી બધી કે મન થાય છે કે, તારા જેવી બીજી લઇ આવું.
મહિલાને આ જવાબ આપો એ ખુશ થઇ જશે અને અને તમને સવાલના જ્વાબમાંથી મુક્ત થઇ જશો
જોક્સ 1
લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા..
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣
જોક્સ 2
અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜
જોક્સ 3
ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝
જોક્સ 4
બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.
તમારા ફેફસા માં કાણું છે.
બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે… 😂
જોક્સ 5
પપ્પા : લે બેટા, આ 2000 રૂપિયા
દીકરો : પપ્પા, કેમ આજે સામેથી 2000 રૂપિયા મને આપો છો?
પપ્પા : આ તારી પહેલી સેલેરી છે.
દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું?
પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં WhatsApp ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત તું જાગે છે, અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા. 🤣
જોક્સ 6
એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે.
પહેલો પાગલ : કેમ ?
બીજો પાગલ : તેં હેલ્પેટ નથી પહેર્યું.
પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.
😜😂😜
જોક્સ 7
છગન કેળું ખરીદવા ગયો,
છગન : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે?
કેળાંવાળો : 10 રૂપિયા..
છગન : અરે, ચાર રૂપિયામાં આપી દોને.
કેળાંવાળો : ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે.
છગન : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.
😂😂😂
જોક્સ 8
એક વખત એન્જિનિયરિંગ કોલેજના બધા પ્રોફેસરો પ્લેનમાં બેસાડવામાં આવ્યા.
પછી સુચના આપવામાં આવી કે, “આ પ્લેન તમારા કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલ છે.”
આ સાંભળતા જ બધા પ્રોફેસર ઉતરી ગયા પણ પ્રિન્સિપાલ બેઠા રહ્યા.
એર હોસ્ટેસે નજીક આવીને પુછ્યું : તમને ડર નથી લાગતો?
પ્રિન્સિપાલ મને મારા વિદ્યાર્થીઓ પર વિશ્વાસ છે….. પ્લેન ચાલુ જ નહીં થાય.
જોક્સ 9
જ્યારે ડોક્ટર કહે કે આ વસ્તુ ખાવાની છોડી દો,
ત્યારે મોટાભાગના ગુજરાતીઓ ડોક્ટરને જ છોડી દે છે.
“બીજો ગોતો આ નો હાલે.”
જોક્સ 10
અમેરિકામાં કોઈ કપલ સુવા જાય તો કહે છે કે ગુડ નાઈટ.
બ્રિટનમાં કોઈ કપલ સુવા જાય તો કહે છે કે સ્વીટ ડ્રીમ.
ભારતમાં કોઈ કપલ સુવા જાય છે તો કહે છે કે ગેટને તાળું મારી દીધું ને??
Tags
Gujarati Jokes